ડાયાબિટીસ થી ગભરાઓ નહીં -ભાગ-03
ભાગ ૨ માં આપણે વાંચ્યું આહાર ના અલગ અલગ માધ્યમો અને તેની ગુણવત્તા……..
હવે આગળ……
ડાયાબિટીશ રોગ શું છે?
આપણે આગળ જોઇ ગયા છે આહાર નો સંબંધ દરેક શારિરીક માનસિક પરિસ્થિતી સાથે છે અને દરેક રોગમાં આહાર અગત્યનો ભાગ ભજવે છે. ડાયાબિટીશ ના રોગમાં પણ સારવાર ના ભાગ રૂપે આહાર એ અગત્ય નો ભાગ ભજવે છે.ડાયાબિટીશ જે ગુજરાતીમાં “મધુમેહ” તરીકે ઓળખાય છે જે “રાજરોગ” તરીકે પણ ઓળખાતો. મેડીકલ સાયન્સ જેને ધીમી ગતિ નું મોત પણ ગણે છે. આ રોગ જેને લાગુ પડે છે તેનો સાથ તે ક્યારેય છોડતું નથી. ડાયાબિટીશ તેની સાથે બીજા રોગોને પણ આમંત્રણ આપે છે. આંખો થી લઇને પગની પાની સુધી ડાયાબિટીશ રોગની અસર અનુભવાય છે. પહેલા આ બિમારી ૪૦ વર્ષથી ઉપર ની વ્યક્તિઓ ને લાગુ પડતી હતી.પરંતુ હાલમાં આ બિમારી બાળકો અને યુવાનો માં પણ સામાન્ય થતી જોવા મળે છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ૮ કરોડ થી વધારે લોકો ડાયાબિટીશ થી પીડીત દર્દીઓ છે.
”એટલે જ ભારત દેશ ડાયાબિટીશનું કેપીટલ ગણાય છે.”
ડાયાબિટીશ અંગે ખરી- ખોટી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. અપુરતી સમજણ ના લીધે ડાયાબિટીશ ના દર્દીઓ વધારે પીડાય છે. જેને લીધે હાઇબ્લડપ્રેશર, હૃદયરોગ, આંખોના રોગ, કીડની ના રોગો પ્રવર્તે છે.આ જટીલ અને અસાધ્ય રોગ પાચનતંત્ર માં રહેલા સ્વાદુપીંડ(પેંક્રીયાઝ)માં રહેલા બીટા પ્રકાર ના કોષમાંથી ઇન્સ્યુલીન નામના સ્રાવ ને અંતર્ગત છે. સ્વાદુપીંડમાં બે પ્રકાર ના કોષો રહેલા છે. આલ્ફા અને બીટા. જેમાં આલ્ફા કોષો ગ્લુકાગોન નામના હોર્મોન નો સ્રાવ ઉત્પન્ન કરે છે. જ્યારે બીટા કોષો ઇન્સ્યુલીન નામના હોર્મોન નો સ્રાવ ઉત્પન્ન કરે છે. ડાયબિટીશ થવા માં આ ઇન્સ્યુલીન નામ નો હોર્મોન સંકળાયેલ છે.
ડાયાબિટીશ 3 પ્રકાર ના મુખ્ય છે.
(A) ટાઇપ ૧- ઇન્સ્યુલીન ડિપેન્ડેન્ટ ડાયાબિટીશ
(B) ટાઇપ ૨- નોન ઇન્સ્યુલીન ડિપેન્ડેન્ટ ડાયાબિટીશ
(C) સગર્ભા અવસ્થાનો ડાયાબિટીશ
ટાઇપ ૧ માં ઇન્સ્યુલીન સ્રાવ બિલ્કુલ ઓછો થાય છે અથવા નથી થતો.
ટાઇપ ૨ માં ઇન્સ્યુલીન નો સ્રાવ તો બરાબર થાય છે પરંતુ શરીર માં તેનો ઉપયોગ બરાબર રીતે થઇ શકતો નથી.
આ ઇન્સ્યુલીન આપણા શરીરમાં શું કામ કરે છે?
આપણે જે ખોરાક લઇએ છીએ તેમાં કાર્બોહાઇડ્રેટ નું જે પ્રમાણ છે તેનું પાચન થઇને તે શક્તિ (ઉર્જા) માં રૂપાંતર થાય છે. જેને માટે ઇન્સ્યુલીન હોર્મોન ઉપયોગી છે. હવે જો ઇન્સ્યુલીન ઓછું હોય તો આપણે જે ખોરાક લઇએ છીએ તેનું શક્તિ માં રુપાંતર થતું નથી જેને કારણે લોહીમાં શર્કરા (સુગર) નું પ્રમાણ વધી જાય છે. જે ડાયાબિટીશ રોગ તરીકે ઓળખાય છે.
ટુકમાં લોહીની અંદર શર્કરા નું પ્રમાણ સામાન્ય કરતાં વધારે થાય. જેના લીધે આખા શરીરમાં દરેક અવયવ ઉપર તેની અસર જોવા મળે છે.
તેના લક્ષણોમાં
→વારંવાર પેશાબ થવો.
→ખુબ જ તરસ લાગવી
→ભુખ વધું લાગવી
→વજન ઓછું થવું
→પગના તળિયાં બળવા/ઝણઝણાટી કે ખાલી ચડવી
→ઘા જલ્દી ના રુઝવા
(D) કોઇ લક્ષણ ના હોવા – પ્રીડાયાબીટીક સ્ટેજ.
આમ જ્યારે પ્રીડાયાબીટીક સ્ટેજ માં જ આહાર નું નિયમન કરવામાં આવે તો લગભગ ડાયાબિટીશ ને આગળ વધતો રોકી શકાય છે. એક વાર ડાયાબિટીશ રોગ પકડાય તે બાદ પણ યોગ્ય આહાર અને હળવી કસરતો અને યોગ્ય મેડીશીન દ્વારા તેને કાબુ માં લાવી શકાય છે.
ડાયાબિટીશ ના દર્દીઓ એ શું ખાવું?
આ રોગ ના દર્દીઓ એ શુધ્ધ, સાત્વિક, પ્રમાણસર યોગ્ય આહાર લેવો જોઇએ. દર્દી એ ૪-૫ વાર થોડું – થોડું જમવું જોઇએ. જેમા અનાજ, ફળ, લીલા શાકભાજી, કઠોળ ,દાળ,દુધ, દુધ ની બનાવટો વગેરે નો સમાવેશ કરી શકાય.
સફેદ ખાંડ, મોરસ, ગોળ, મિઠાઇ, ખાંડ ની બનાવટો બંધ કરવી જોઇએ. આગળ દર્શાવેલા આહારજુથ માંથી પસંદગી પ્રમાણે નો બીજો યોગ્ય આહાર લઇ શકાય.
અનાજ, શાકભાજી, ફળો વગેરે આહાર જુથમાંથી આપણને ૯૦% જેટલી ગ્લુકોઝ અને ફ્રુટકોઝ મળી રહે છે પરંતુ તે સ્ટાર્ચ અને ફ્રુટકોઝ ના રૂપમાં હોઇ તેનું પાચન ધીમે ધીમે થાય છે જેના લીધે લોહીમાં શર્કરા (સુગર) નું પ્રમાણ જલ્દી થી વધતું નથી. માટે ડાયાબીટીશના દર્દીઓ એ મિઠાઇ, ખાંડ, ગોળ, ગળપણ ના લેવાં જોઇએ અથવા તો ઓછા લેવા જોઇએ.
રેસાવાળો ખોરાક વધુ લેવો જોઇએ, અનાજ, કઠોળ, દાળ, ફળો વગેરે જેનાથી ડાયાબિટીશના દર્દીઓ ને કબજીયાત ની તકલીફમાં રાહત મળે છે.
સમયસર જમવું, ભુખ્યું ના રહેવું એ આ દર્દીઓ માટે અનિવાર્ય છે. કારણ કે જો સમયસર શરીર ને ખોરાક ના મળે અને સાથોસાથ ડાયાબીટીશની દવા પણ લેતાં હોઇએ તો શરીર ની ઉર્જા (શક્તિ) ખલાસ થતાં ની સાથે સુગર નુ લેવલ પણ ઓછું થઇ જાય છે. જેને “હાઇપોગ્લેસમીયા” ની પરિસ્થિતિ કહેવાય છે.જો સુગર નું પ્રમાણ વધી જાય તો “હાયપરગલેસેમિયા “થઇ શકે.
સાદા અર્થમાં સમજીએ તો પેટ્રોલ વગર ગાડી ચાલતી નથી તેમ શરીર ને પણ ઉર્જા મેળવવા માટે ખોરાક ની જરૂર પડે છે અને જેને કારણે ગ્લુકોઝ નું પ્રમાણ જળવાઇ રહે છે. કયો ખોરાક લેવો અને કયો ખોરાક બંધ કરવો તે વિગતવાર ચાર્ટમાં જોઇએ.
ચાર્ટ ૨
ડાયાબિટીસ ખોરાક ચાર્ટ
કયો ખોરાક ના લેવો અથવા પ્રમાણસર લેવો:-
ગ્લુકોઝ, મોરસ (ખાંડ), મધ, સ્વીટ્સ, ચોકોલેટ્સ, કેન્ડિસ, બટાકા,યમ, અરબી, સક્કરીયા,બટાકા, કેરી, દ્રાક્ષ, કેળા, કેફીપીણાં,ફ્રાઈ કરેલા વ્યંજનો, પુરી, વધુ ફ્રાઈ કરેલા શાકભાજી,સૂકો મેવો, તેલવાળું સલાડ, મઠરી, પકોડા, કેક,પેસ્ટ્રી, પરાઠા, (વધુ તેલ ઘી વાળા)
કયો ખોરાક લેવો:-
લીલા શાકભાજી, ટામેટા, કાકડી, લીંબુ, સાદો સુપ, બ્લેક કોફી, છાશ, ફિશ, મશરૂમ,સફરજન, લીલા કેળા , જામફળ, પિયર, નારંગી, કીવી, બેરી, કાળા જાંબુ, ચેરી,અખરોટ, બદામ, રિફાઇન કર્યા વગર નું અનાજ.
♥દરેક વસ્તુ ને યોગ્ય પ્રમાણ માં લઇ શકાય
♥ઓછી માત્રા માં લઇ શકાય
આપણે જાણી તો લીધું કે કયો ખોરાક લેવો અને કયો ખોરાક ના લેવો.પરંતુ તે ખોરાક ની માત્રા પણ નક્કી કરી ને આ રોગ માં કંટ્રોલ લાવી શકાય.
જેની માટે ન્યુટ્રીશન સાયન્સ માં ગ્લાયસેમીક ઇન્ડેક્ષ અને ગ્લાયસેમીક લોડનો ઉપયોગ થાય છે.
ગ્લાયસેમીક ઇન્ડેક્ષ:- સરળ ભાષામાં સમજીએ તો કોઇ પણ ખાધપદાર્થ શરીરમાં જઇને ગ્લુકોઝ માં રૂપાંતર થવામાં લાગતો સમય.
આપણે રોટલી કે શાક, દાળ કે ભાત કે ૧ ચમચી ખાંડ ખાધી તે શરીર માં જઇને કેટલી ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે તેના ઉપરગ્લાયસેમીક ઇન્ડેક્ષ નક્કી થાય છે.જેમાં
૧) ન્યુનતમ –૫૫ અથવા તેના થી ઓછુ
૨) મધ્યમ – ૫૬ – ૬૯
૩) અધિકતમ – ૭૦ અથવા તેથી વધું
ગ્લાયસેમીક લોડ: – એટલે જેમાં કાર્બોહાઇડ્રેટ ની ગુણવતા અને પ્રમાણ વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એક એવી ગણતરી છે જેમાંઅમુક ગુણવતા વાળો, અમુક પ્રમાણમાં લીધેલો ખોરાક શરીરમાં જઇને ગ્લુકોઝ માં રૂપાંતર થઇ ને લોહીમાં (સુગર) નું પ્રમાણ વધારે છે.
ઉદાહરણ તરીકે દર્દીને કહેવામાં આવે કે સફરજન ખાઇ શકાય. હવે દર્દી ૩-૪ સફરાજન કે વધારે સફરજન ખાઇ લેશે તો પણ તેને નુકશાન કરશે.
સફરજન નો (ગ્લાયસેમીક ઇન્ડેકસ) છે ૩૮ જેમાં ૫૩ ગ્રામ જેટલું કાર્બોહાઇડ્રેટ છે. હવે તેનો ગ્લાયસેમીક લોડ ગણીએ તો,
GL = 38 X 13/100 = 4.95 લગભગ 5 જેનો અર્થ છે સફરજન નો ગ્લાયસેમીક લોડ 5 છે.
હવે તેનો ચાર્ટ જોઇએ
૧ ન્યુનતમ ૧૦ અથવા ૧૦ થી ઓછો
૨ મધ્યમ ૧૧-૧૯
૩ અધિકતમ ૨૦ અથવા ૨૦ થી વધુ
આવી રીતે જો ખોરાક સમજી ને લેવામાં આવે તો ડાયાબિટીશ ના દર્દી પ્રમાણસર ખોરાક અને યોગ્ય નિયમનુસાર જીવનશૈલી અપનાવે તો સ્વસ્થ રહી શકે છે.અંતે, જો આ લેખ પસન્દ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો જરૂરમન્દ લોકો ને પણ વઁચાવશો.સ્વાસ્થ્ય માટે ના પ્રશ્નો આપ ૯૯૨૪૫૮૬૬૦૦ નંબર પર વોટ્સપ પર પૂછી શકશો.
DT.RASHMI(HEALTHVILLA DIET CLINIC)