“નર્સ એટલે સદ્વ્યવહાર”



“નર્સ  એટલે સદ્વ્યવહાર”

જીવન પર્યન્ત આપણને ક્યારેક તો નર્સ નો અનુભવ થાય જ.કાં તો પોતે બીમાર હોય કે બીજા કોઈ ની ખબર જોવા હોસ્પિટલ માં ગયા હોઈએ. જીવનની શરૂઆત થી લઈને  છેલ્લા શ્વાસ સુધી નર્સ   ની આવશક્યકતા  હોય છે .મૃદુવાણી માં પોતાના દર્દીઓ ની સેવા કરતી  યુનિફોર્મ માં સજ્જ એક નર્સ ની છટા માન ઉપજાવે છે..નર્સિંગની  જોબ બહુજ પડકારરૂપ છે,કૌટુંબિક જવાબદારી ની સાથોસાથ  સામાજિક જવાબદારી પણ તે  નિભાવે છે, દર્દીઓ ની સારવાર  કરવાની હોય છે અને કોઈ પણ તકલીફમાં હસતા રહીને દર્દીને સંભાળવાના હોય છે. આ કામ  ખુબ જ ધીરજ માંગી લે છે. મોર્ડન યુગમાં નર્સિંગ સ્ટાફ દર્દી  ને  હોસ્પિટલમાં દાખલ કરવવાથી લઈને રજા મળે  ત્યાં સુધી સંપર્કમાં રહે છે. COVID-19 પછી કોરોના વોરિયર્સ  નર્સીંગ પ્રોફેશન એકદમ આગળ છે. અને લોકો તેને બહુ જ  સ્વીકારે છે. નર્સો કેવી રીતે હોસ્પિટલોનું હૃદય છે, અજાણ્યાઓ માટે દિલ માં લાગણી સાથે  સદ્વ્યવહાર  લાવે છે જે તેમની સૌથી સંવેદનશીલ  બાજુ  છે . હેલ્થકેર વ્યવસાયમાં કામ કરવું જેટલું જટિલ છે તેટલું જ પડકાર જનક છે.

અત્રે આંતર રાષ્ટ્રીય નર્સ દિવસ(12th may) ની ઉજવણી ના સંદર્ભ માં થોડા  સમય પહેલા વાંચેલી એક  આત્મકથા “The Language of Kindness: A Nurse’s Story” ને વાચકમિત્રો સાથે તેની થોડી ઝલક અહીં વહેચું છું. દરેક નર્સે એક વાર તો વાંચવી જ જોઈએ .આ પુસ્તક એક મહિલા લેખિકા ક્રિસ્ટી વોટસને  લખ્યું છે જે  યુનાઇટેડ કિંગડમમાં NHS( રાષ્ટ્રીય આરોગ્ય સેવા)ની આગેવાની હેઠળ નર્સ બની હતી ક્રિસ્ટી વોટસને એક નર્સ તરીકે વીસ વર્ષ વિતાવ્યાં, આ નોંધપાત્ર અને પ્રભાવશાળી પુસ્તકમાં લેખિકા એ હોસ્પિટલના દરવાજા ખોલીને તેના રહસ્યો અને નર્સ ની જિંદગી ની સચ્ચાઈ ને છત્તા કર્યા છે. પુસ્તક વાંચતા જ તે આપણને તેની સાથે હોસ્પિટલ ના કોરિડોરો માં ,વોર્ડ્સ માં અને ક્યારેય ના ભૂલી શકાય એવા દર્દીઓ  ની મુલાકાત લેવા  લઈ જાય છે. પુસ્તક, એક અર્થમાં, નર્સિંગ શું છે તેના પર દાર્શનિક ધ્યાન દોરે  છે.  જેની કથા માં  કડક તબીબી પ્રેક્ટિસ  કરતાં  ડોકટરો  છે,  દર્દી અને નર્સ, નર્સ  અને તેમના કૌટુંબિક પ્રશ્નો  રસપ્રદ રીતે વર્ણવેલ  છે. દિલ ને સ્પર્શી  જાય તેવી એક વાત કે લેખિકા ના પ્રારંભિક જીવન અને કારકિર્દીની પસંદગી ની  શરૂઆતની  મુંઝવણો, ખોટી કારકિર્દી ની પસંદગીઓ  અને કંઈ કેટલીય નોકરીઓ બદલી અને અંતે સેવાભાવી નર્સીસ ને જોઈને જે સેવાભાવના થી નર્સ તરીકે ની કારકિર્દી ની પસંદગી અને આ દરેક તબક્કે ચાલતી માનસિક લડાઈ. જે નર્સિંગની વ્યવહારિકતા દરેક નર્સે અને તબીબી ક્ષેત્રે કામ કરનારા લોકો એ ચોક્કસપણે વાંચવા યોગ્ય આ આત્મકથા  હૃદય સ્પર્શી  એકદમ અનન્ય  શૈલીમાં  છે. નર્સીસ માં જે  દયાનો  સ્વભાવ, અન્યની સંભાળ રાખવા અને જીવન અને મૃત્યુના અર્થ પરનું ચીંતન કેટલું દાર્શનિક છે. ખૂબ માંદા બાળકો સાથે કામ કરતા પોતાના બાળકો ની સારસંભાળ ની ચિંતા છતી ના થવી દેવી ,  મૃત્યુની પ્રકૃતિ વિશે આશ્ચર્ય ન પામતા તેવી પરિસ્થિતિ માં સહજતા કેળવવી, વિવિધ દર્દીઓ અને તેમની આપવીતીઓ ના  સ્રોતોમાંથી  વ્યવહારિક બાબતોમાં કેવી રીતે પ્રયુત્તર આપવા તેનું હ્દય સ્પર્શી વર્ણન છે.  લેખિકા સારા નર્સ બનવાનો અને  દર્દીની સંભાળ રાખવાનો શ્રેષ્ઠ રસ્તો  બતાવે છે કે  દર્દી ની   વાત સાંભળવી, જેમ કે દર્દીની સાથે હસતા મોઢે વાત કરવી, સહિષ્ણુતા કેળવવી , દર્દીને માન આપવું. તેમને સાંભળવા મતલબ કે સારામાં સારી રીતે વાતચીત કરવી.

આજે નર્સીંગ ના પ્રોફેશન ને અપનાવતા દરેક ને આ બાબતો થી પ્રેરણા મળે અને  સાથે  નર્સિંગ પ્રણેતા Florence Nightingale ને સલામ કરી  આ કાર્યક્ષેત્ર ને  ખુબ જ માન આપવામાં આવે તથા  ક્રિસ્ટીવોટસ જેવા નર્સો  જેવી કામ  કરવાની ધગસ અને અથાગ મહેનત ને બધા અનુસરે   અને દરેક નર્સને  જોબ દરમ્યાન દરેક દર્દીને સારી અને દિલ થી સારવાર  આપી શકે તેવી પ્રભુ પરમપિતા ને પ્રાર્થનાસહ દરેક નર્સીંગ સ્ટાફ ને આંતર રાષ્ટ્રીય નર્સ દિવસ ની શુભેચ્છાઓ…

– Dt.Rashmi(Nadiad)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *