વૈશ્વિક મહામારી કોવિદ-૧૯ ની ઘણી બધી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો બાળકોના વૃદ્ધિ, વિકાસ અને કાળજી સાથે સંબંધિત સંકળાયલી છે. આરોગ્ય તેમાં મહત્વનું પાસું છે .તાજા ખીલી રહેલા ફૂલ સમાન નાના બાળકોની જિંદગી કૂંપળો ફૂટે તે પહેલાં જ કરમાઈ ના જાય અને તેમનું આરોગ્ય સુધારી શકીએ તો આ કુમળી કળીઓ ફરી ખીલી ઊઠશે.આ માટે બાળકો ને યોગ્ય આહાર વિહાર ની આદતો પડાવવી તે માં બાપ અને વડીલો તરીકે આપણી જ ફરજ છે. તે માટે ઘર માંથી જ આપણે આ હેલ્થી હેબિટ્સ રાખવી પડશે. માં બાપ અને વડીલો પાસે ૨ પ્રકાર ના હથિયાર ફૂડ છે .
૧)રીવૉડ ફૂડ (૨)પનિશમેન્ટ ફૂડ
રીવોર્ડ ફૂડ માં દરેક પ્રકાર ના જન્કફૂડ,પેકેટ ફૂડ અને બહારના અનહેલ્થી ફૂડ નો સમાવેશ થાય .
જયારે પનિશમેન્ટ ફૂડ માં શાકભાજી,ફળો એવા હેલ્થી ફૂડ નો સમાવેશ થાય.બાળક પાસે થી કંઈક ટાસ્ક પુરા કરાવવાના હોય,તો પટાવી ને રીવોર્ડ ફૂડ ની ચોકલેટ,આઈસ્ક્રીમ વગેરે ની લાલચ આપવામાં આવે,અને કંઈક સજા રૂપે કરેલા નું શાક કે રીંગણ નું શાક.ખરી વાત ને ? ઘર ઘર ની કહાની!આપણે મોટાઓ જ બાળકો ના બગડતા આરોગ્ય માટે જવાબદાર છે.મને ઘણી વાર પેશન્ટ ના માં બાપ કે વડીલો કહે કે “મેડમ બોલો આને બહુ પડીકા ખાય છે ,ઘર નું ખાતા જ નથી “ત્યારે મારો એક જ પ્રશ્ન હોય છે કે આટલા નાના બાળકો ને પડીકા વાળો ખોરાક લાવી કોણ આપે છે? કોણે આ પડીકાઓ ની આદત પડાવી ?કોણે તેમને ખરીદી ને લાવી આપ્યા.વાચકમિત્રો,વિચાર કરજો જરા આની ઉપર. ઘર માં જો વડીલો જ બહારના ખાવાના આદિ હશે, પેકેટ ફૂડ અને જંક ફૂડ વડીલો દ્વારા જ ઘર માં લવાતું હોય તો બાળકો ને દોષ આપવો વ્યર્થ છે.બાળકો જેવું મોટા ને ખાતા જુએ તેનું જ અનુકરણ કરવાના છે.બજાર માં મળતી કોઈ પણ સારી બ્રાન્ડ કે જાહેરાત માં બતાવાતી કોઈ પણ પ્રોમિસિંગ પ્રોડક્ટ આપણા બાળકો ને લાંબા ગાળે સ્વાસ્થ્ય સબન્ધી નુકસાન જ આપનાર છે . માટે આપણા રસોડા માં બનતા ખોરાક ની બાળકો ને આદત પાડવી અત્યંત આવશ્યક છે. આજે ઘણા ડાયાબિટીસ,થાયરોઇડ,ઓબેસિટી ,પેટ ના રોગો ,એનેમિક ,વિવિધ વિટામિનો ની ઉણપ થી પીડાતા બાળરોગી ઓ મારી પાસે સારવાર માટે આવતા હોય છે .
બાળકો માં આવા રોગ થવાના કારણો : –
રોગો થવાના આમ તો ઘણા બધા કારણો છે. આગળ જણાવ્યું તેમ ઘર માં માં-બાપ ,વડીલો ને બાળકો માટે ઘર માં જમવાનું બનાવવાની આળસ,બાળકો ની જીદ ને બહારના ખોરાક થી પોષવાની ખોટી આદતો,દેખાદેખી માં થતી રેસ્ટોરન્ટ ના ફૂડ ની,ટિફિન ના ફૂડ ની આદતો,બાળકો પર થતા વધારે પડતા ભણવાનો સ્ટ્રેસ આ દરેક બાબતો બાળક ના સર્વાંગી વિકાસ માં મહત્વ નો ભાગ ભજવે છે . આ સિવાય swiggy/zomato યુગમાં આજકાલ બાળકો અને ઘરના મોટાઓ પણ સ્ટેટ્સ સિમ્બોલ માટે પણ ઓન લાઈન ખાવાનું મગાવામાં શાન સમજે છે. બાળકો બિસ્કિટ પેકેટ , વેફર -ચિપ્સ વગેરે જેવા પેકેટ ફૂડ,બેકરી આઈટમ જેવા કે આઇસ્કીમ ,ચોકલેટ ,બ્રેડ ,કેક,પાસ્તા,પિઝા ,ખારી,પફ,ટોસ્ટ, નુડલ્સ,ચાઈનીઝ ફૂડ વગેરે ફાસ્ટફૂડ, જંકફૂડ અને બહારનો ખોરાક વધુ ખાવા લાગ્યા છે. જેના કારણે પણ બાળકોમાં યોગ્ય વૃદ્ધિ ની સાથે અન્ય રોગો અને કબજિયાતની સમસ્યા વધી ગઈ છે. બાળકો નું બેઠાડુ જીવન ,ખોરાક ની અનિયમિતતા, રેસા યુક્ત આહાર ઓછું લેતા હોય, પ્રવાહી ખોરાક તથા પાણીનું પ્રમાણ ઓછું હોય અને લગભગ મોટાભાગે ૯૦ થી ૯૫ ટકા આ બધા કારણો જવાબદાર હોય છે,
જો આપના બાળક ને કોઈ પણ રોગો ના લક્ષણ દેખાવા લાગે તો તરત જ ચેતી જવું , જો બાળક ને તકલીફ વારંવાર થતી હોય તો સૌથી પહેલા બાળરોગ ના નિષ્ણાત ડોક્ટર ને એકવાર જરૂર બતાવવું જોઈએ. બાળકો ની યોગય આહાર શૈલી થી આજ ના બચપણ ને બચાવી શકાશે.
બાળકો ને તંદુરસ્ત રાખવા ઘર નો સાત્વિક આહાર આપી શકાય,લીલા શાકભાજી,કઠોળ,સીઝનલ ફળો,સુકામેવા, વિવિધ દાળો,અનાજ વગેરે ઘર માં બનાવેલ ખોરાક , સાથે બાળક ને પ્રવુતિમય રાખવું ,બાળક નાનું હોય તો તેને હળવા હાથે પેટ પર માલિશ કરવી, મોટા બાળકો ને પણ દિવસ માં એક વાર હળવા હાથે માલિશ કરી શકાય ,બાળકો ના ખોરાક માં નિયમિતતા રાખવી.મોટા બાળકો ને કસરત,સાઇકલ ચલાવવી, દોરડા કૂદવા,આઉટડોર રમતો માટે પ્રોત્સાહન આપવું .યોગ્ય આહાર વિહાર અપનાવવો. ટેલિવિઝન, મોબાઈલ ફોન,ઇલેક્ટ્રિક ગેજેટ થી બને તેટલા દૂર રાખવા.
૧૨ વર્ષ સુધી ના બાળકો ને રોજ કેટલું પાણી પીવે છે? કેટલો પેશાબ કરે છે?દિવસ માં એક વાર પેટ બરાબર સાફ થાય છે કે નહીં તેની તકેદારી માં -બાપ અને ઘરના વડીલો એ રાખવી જોઈએ .કારણ કે બાળકો જાતે પોતાનું આટલું ચીવટ થી ધ્યાન રાખી શકે નહીં,માટે વડીલો દ્વારા જો આટલું ધ્યાન રખાય તો બાળકો માં થતા રોગો ને શરૂઆત ના તબબકે જ ઉગતા ડામી શકાય છે. હોર્મોન્સ ના બદલાવ સાથે છોકરીઓ માં માસિકધર્મ ની શરૂઆત થતા તેમને આર્યન ની ઉણપ ના થાય તેની તકેદારી રાખવી જોઈએ.
બાળકો ને કેવો ખોરાક ના આપવો( આ ખોરાક થી દૂર રાખવા સલાહભર્યું છે)
બહાર ના પડીકા વાળા બિસ્કિટ,વેફર,ચિપ્સ,વગેરે તૈયાર પેકેટ વાળો ખોરાક, બેકરી આઈટમ જેવા કે આઇસ્કીમ ,ચોકલેટ ,બ્રેડ ,કેક,પાસ્તા,પિઝા ,ખારી,પફ,ટોસ્ટ, નુડલ્સ,ચાઈનીઝ ફૂડ વગેરે ફાસ્ટફૂડ, જંકફૂડ અને બહારનો ખોરાક,મેંદા વાળો ખોરાક ના આપવો. બહારના ચોકલેટ, પેસ્ટ્રી, નાનખટાઈ, મેગી, કેક અને ટોસ્ટ જેવી બેકરી ની વાનગીઓ ના આપવી.
ડોક્ટર અને ડાયેટીશ્યન ની સલાહ વગર કોઈ દવા કે નુસખા વાપરવા નહિ કારણ કે ઘણી વાર એનાથી ફાયદો થવાને બદલે લાંબા સમયે નુકશાન થાય છે.
By Dt.Rashmi (Healthvilla Diet Clinic)
મેડમ,બહુજ સાચી વાત.વડિલો જ બાળકો ની આદત બગાડે છે.
Thats correct Ma’am. we patents spoil our kids. thanks for eye openings blog.
Wow nice blog. its really mind altering blog.Thanks Dt.Rashmi🙏
Bahot hi sidhi or Saral bhasha me aapne thode kadak andaz me parents k liye mahtvyapurn bate batai hai.dhanyawad medmji
Very good article
Nice
מרתק דיון בהחלט שווה תגובה. אין ספק כי כי אתה צריך לכתוב יותר על זה נושא, זה לא יכול להיות להיות טאבו עניין אבל בדרך כלל אנשים לא לדבר על כזה נושאים . אל הבא! איחולים!!