બાળકોમાં કબજિયાત
૧} કબજિયાત શું છે?
ખોરાકનું યોગ્ય પાચન અને શોષણ બાદ શરીર માટે અનાવશ્યક એવા મળનો સંપૂર્ણપણે નિકાલ કોઇપણ શારીરિક જોર લગાવ્યા વગર થાય તેને સ્વાભાવિક મળપ્રવૃત્તિ કહેવાય. દરરોજ મળ પ્રવૃત્ત થતો હોય પરંતુ તે દરમ્યાન પેટનાં સ્નાયુઓ પર દબાણ કરવું પડતું હોય, મળ પ્રવૃત્તિની શરૂઆત કે અંત સમયે મળાશયને પૂરી રીતે ખાલી થાય તે માટે જોર કરવું પડતું હોય તો તે ને પણ કબજીયાત કહેવાય. મળનું બંધારણ ખૂબ જ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે.
૨} કબજીયાત થવાનાં કારણો: –
કબજિયાત થવાના આમ તો ઘણા બધા કારણો છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતા જો ખાનપાનમાં ધ્યાન ન આપે તો નવજાત શિશુને પણ કબજિયાતની તકલીફ થતી હોય છે આ સિવાય swiggy/zomato યુગમાં આજકાલ બાળકો બિસ્કિટ પેકેટ , વેફર -ચિપ્સ વગેરે જેવા પેકેટ ફૂડ,બેકરી આઈટમ ફૂડ, ફાસ્ટફૂડ, જંકફૂડ અને બહારનો ખોરાક વધુ ખાવા લાગ્યા છે. જેના કારણે પણ બાળકોમાં કબજિયાતની સમસ્યા વધી ગઈ છે.
ખોરાક ની અનિયમિતતા, રેસા યુક્ત આહાર ઓછું લેતા હોય, પ્રવાહી ખોરાક તથા પાણીનું પ્રમાણ ઓછું હોય અને લગભગ મોટાભાગે ૯૦ થી ૯૫ ટકા આ બધા કારણો જવાબદાર હોય છે, તે ઉપરાંત પીડાનાશક દવાઓ જેવી દવાઓની આડઅસરથી, આંતરડામાં સંકળાશ થઇ જવી, અવરોધ થવો, અન્ય રોગથી મળનું આગળ ધકેલવાનું સરળતાથી થતું ન હોય.
૩}કબજિયાત માં શું સારવાર લેવી :-જો આપના બાળક ને કબજિયાત ની તકલીફ વારંવાર થતી હોય તો સૌથી પહેલા બાળરોગ ના નિષ્ણાત ડોક્ટર ને એકવાર જરૂર બતાવવું જોઈએ.
કબજિયાત માં નીચે મુજબ નો આહાર આપી શકાય સાથે બાળક ને પ્રવુતિમય રાખવું ,બાળક નાનું હોય તો તેને હળવા હાથે પેટ પર માલિશ કરવી,બાળકો ના ખોરાક માં નિયમિતતા રાખવી.મોટા બાળકો ને કસરત,સાઇકલ ચલાવવી, દોરડા કૂદવા,આઉટડોર રમતો માટે પ્રોત્સાહન આપવું .યોગ્ય આહાર વિહાર અપનાવવો.
૬ મહિના થી ઉપર ના બાળકો ને કબજિયાત થી દૂર રાખવા નીચે મુજબ નો આહાર આપી શકાય.
૧} 3-4 કિસમિસને પાણીમાં પલાળી પછી તેનો જ્યૂસ કાઢીને બાળકને આપો.
૨}નારંગી ના જ્યુસમાં સરખા ભાગ માં પાણી ઉમેરી દિવસ માં ૨-૩ વાર આપવું
૩} પાણીમાં ૩-4 જલદારૂ પલાળી સવારે ચાવીને ખવડાવવું , જેમાં પલાળ્યા હોય તે પાણી પી જવું.નાના બાળકો ને માત્ર તેનું પાણી આપવું.
૪}પાલક,ભાજી ના,શાકભાજી ના સૂપ,બાફેલા કઠોળ ના સૂપ દિવસ માં ૧-૨ વાર આપવા.દરેક પ્રકારના લીલા શાકભાજી અને એનો રસ કે સૂપ આપવા.
૫}બાળક મોટું હોય તો તેને સવારે ઉઠતા ની સાથે બજાર ના કોઈ પણ પાઉડર સાથે દૂધ આપવાને બદલે હુંફાળા પાણી ના ૧ ગ્લાસ પીવાની આદત પડાવવી.અડધા કલાક પછી જ ઘર ના બનાવેલા ગરમ નાસ્તા ની આદત પાળવી.
૬}૬ વર્ષ થી ઉપરના બાળકો ને અડધી ચમચી આદુ ના રસ માં અડધી ચમચી મધ નાખી ને આપવું.
૭} પાણી,નાળિયેલ પાણી ,લીબું શરબત વારંવાર આપવું.લીકવીડ આહાર નું પ્રમાણ વધારવું.
૮}ચીકુ અને સફરજન સિવાય ના દરેક ફળ આપવા.નાના બાળકો ને છાલ કાઢી ને અને મોટા બાળકો ને છાલ સાથે ફળ ધોઈ સાફ કરીને આપવા.
૯}મોટા બાળકો ને સલાડ ખાવા પર પ્રોત્સાહન આપવું.
૧૦}મૂળા,પાલક ,ગાજર,કોબીજ ,લીલા શાકભાજી,તાજા ફળો,કેળા,અંજીર,સૂકી દ્રાક્ષ ,ખજુર વગેરે નો ઉપયોગ વધુ કરવો .
אני חייב תודה על המאמצים יש לך לשים כותב את זה אתר. אני באמת מקווה להציג אותו בדרגה גבוהה תוכן בבלוג ממך בעתיד גם כן. למעשה , יכולות הכתיבה היצירתית שלך יש השראה לי לקבל שלי, אישי אתר עכשיו;)