“National motherhood safe day”



“National motherhood safe day”

માતૃત્વ પવિત્ર છે. તેથી, માતૃત્વને સલામત બનાવવું એ નૈતિક આવશ્યકતા છે. માતાઓ જીવનને વહન કરવા અને તે નવું જીવન વિશ્વમાં લાવવાની પવિત્ર જવાબદારી નિભાવે છે . પરંતુ આ અનુભવ દરેક સ્ત્રી માટે  ભિન્ન ભિન્ન છે. ક્યારેક તેમાં કડવી યાદો પણ જોડાય છે જો સુવાવડ માં કોઈ પ્રોબ્લેમ્સ આવે તો!.

વિશ્વમાં ભારત એ એક એવી જગ્યા છે જ્યાં  જન્મ આપનારી માતાઓને માટે  વધુ જોખમી પરિબળો ઉભા થાય છે , WHO  ના આંકડા દર્શાવે છે કે  દર વર્ષે 44000 મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન અયોગ્ય સંભાળને કારણે ભારતમાં મૃત્યુ પામે છે. જેને ધ્યાન માં રાખી ને  “રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ” ઉજવવામાં આવે છે .

રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ એ વ્હાઇટ રિબન એલાયન્સની પહેલ છે. ભારત સરકારે 2003 માં 11 મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઘોષણા કરી હતી. સગર્ભાવસ્થા, બાળજન્મ અને જન્મ પછીની સેવાઓ દરમિયાન બાળક અને માતા ની સંભાળ વિશે   આવશ્યક  જાગૃતિ લાવવા માટે વ્હાઇટ રિબન એલાયન્સ દ્વારા દર વર્ષે ”National motherhood safe day”  તરીકે ઉજવવામાં આવે છે . આ લેખ માં આપણે તેના કારણો,નિવારણો અને સરકાર ની અલગ અલગ યોજના ઓ વિષે માહિતગાર થઈશું. જરૂરિયાતમન્દ  માતાઓ તેનો લાભ લઈ શકે.

સામાન્ય રીતે નીચે મુજબના રોગો  જે ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલી માં મૂકી  શકે છે.

ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ચેપ, જાતીય રોગો, ( એચ.આય.વી.), કિડની સમસ્યાઓ, એનિમિયા, વગેરે

 પરિબળો :-

35 કે તેથી વધુ ઉંમરમાં ગર્ભવતી હોવું, નાની ઉંમરે ગર્ભવતી થવું, ઘર માં કકળાટ નો માહોલ અને માતાની તથા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર, મંદાગ્નિ ,સિગારેટ નું સેવન,  ગેરકાયદેસર દવાઓનો ઉપયોગ,દારૂ નું સેવન, વગેરે .

 

(A)આ માટે ના કારણો શું છે?

*ગરીબી,  *અશિક્ષિત મહિલાઓ ,*આરોગ્ય સુવિધાઓ માટે અંતર,*પૂરતી માહિતીનો અભાવ,*અપૂરતી અને નબળી ગુણવત્તાવાળી સેવાઓ,*સાંસ્કૃતિક માન્યતાઓ અને વ્યવહાર, *કુરિવાજો

(B)આ  કેવી રીતે રોકી શકાય?

જો  ગર્ભાવસ્થા દરમિયાન કોઈ ચિંતા હોય, કોમ્પ્લીકશન હોય  તો  હંમેશા સ્ત્રીનીષ્ણાત  ડોક્ટર નો  સંપર્ક કરવો જોઈએ. સગર્ભાવસ્થાની મોટાભાગની ગૂંચવણો, તાત્કાલિક સારવારથી નિવારી શકાય છે.

સ્ત્રી ઓને  પ્રસુતિ માટે માનસિક અને શારીરિક રીતે હકારાત્મક રીતે તૈયાર કરવી ,તેમને આ બાબતો માં શિક્ષણ પૂરું પડવું જોઈએ. તેનો આહાર સંપૂર્ણ પોષણયુક્ત  હોવો જોઈએ . બધાં ફળો, શાકભાજી,  પ્રોટીન અને ફાઇબર યુક્ત્ત આહાર લેવો જોઈએ. દરરોજ પ્રિનેટલ વિટામિન ડોક્ટર ની સલાહ મુજબ લેવા જોઈએ. તેની આસપાસ નું વાતાવરણ પ્રફુલ્લિત હોવું જોઈએ. સગર્ભા એ પોતાના તણાવના સ્તરને ઘટાડવા  સંગીત સાંભળવું અને યોગા કરવા(એકક્સપર્ટ ની દેખરેખ માં).

ચેપ: સારી સ્વચ્છતા અને સમયસર સંભાળ રાખીને આને અટકાવી શકાય છે.ઉપરાંત સુઘડ અને  સ્વચ્છ જગ્યા માં જ  સુવાવડ કરાવવી. સારી સુઘડ હોસ્પિટલમાં જ સુવાવડ કરાવવાનો આગ્રહ રાખવો.ગંભીર રક્તસ્રાવ: તે સ્ત્રીઓમાં મૃત્યુનાં કારણોમાંનું એક છે. બાળજન્મ પછી તરત જ તેને ઇન્જેક્શનથી રોકી શકાય છે જે અસરકારક રીતે રક્તસ્રાવનું જોખમ ઘટાડે છે. {સ્ત્રી નિષ્ણાત ડોક્ટર ની દેખરેખ માં જ }.પ્રિ-એક્લેમ્પસિયા: માતા ને  આંચકી આવવી  અને  બાળકના જીવનમાં   જોખમી મુશ્કેલીઓનો આરંભ થાય તે પહેલાં તે શોધી  યોગ્ય રીતે  તેનું નિવારણ  થવું જોઈએ. જેમાં બ્લડ પ્રેસર વધવું ,વિટામિન d ની ઉણપ થવી,કિડની ને લગતા રોગ થવા વગેરે .જેમાં  દવાઓના  સંચાલન થી આ જોખમ ઘટાડી શકાય છે . જાતે દવાઓ ના લેવી જોઈએ  કે ડોશી વૈદું ના કરવું જોઈએ.યોગ્ય પદ્ધતિસર ની તાલીમ પામેલી દાયણો કે મીડ વાઇફેરી પાસે કે સ્ત્રી રોગ ના નિષ્ણત પાસે જ જવું સલાહભર્યું  છે.  ઘર ની વડીલ સ્ત્રીઓ એ પણ પોતે બધું જ જ્ઞાન ધરાવે છે એવું વલણ ના રાખી, સગર્ભા ને અને  સ્ત્રી નિષ્ણાત ને સહકાર આપવો જોઈએ.

સરકાર દ્વારા સઁચાલિત યોજનાઓ :-

૧} જનની શિશુ સુરક્ષા કાર્યકમ:-

સગર્ભા સ્ત્રીઓની સંભાળ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઘણી પહેલ કરવામાં આવી છે. જે લોકો ના ઘર સુધી પહોંચાડવાનું પસંદ કરે છે તેમને સંસ્થાકીય ડિલિવરી આપવાનું પસંદ કરવા માટે ભારત સરકારે “જનની શિશુ સુરક્ષા કાર્યાકર્મ” શરૂ કર્યો છે. આ યોજના  અંતર્ગત સરકારી સંસ્થાકીય સુવિધામાં આવતી દરેક જરૂરતમંદ સગર્ભા સ્ત્રી સુધી

તેના લાભો  પહોંચે તે સુનિશ્ચિત કરવામાં  આવે  છે. 1 જૂન, 2011 ના રોજ શરૂ કરાયેલ જનની શિશુ સુરક્ષા કાર્યકમ માં  સગર્ભા સ્ત્રીઓને સાર્વજનિક આરોગ્ય સંસ્થાઓમાં ડિલિવરી કરાવતી  વખતે તમામ સગર્ભા સ્ત્રીઓને સિઝેરિયન સહિત નિ: શુલ્ક અને ખર્ચ વગરની ડિલિવરી થાય  છે. હકદારને  મફત દવાઓ અને ઉપભોજ્ય વસ્તુઓ, નિદાન, મફત રક્ત જ્યાં જરૂરી હોય ત્યાં, અને સામાન્ય ડિલિવરી દરમિયાન 3 દિવસ અને સીજેરીયન  માટે 7 દિવસ નિ શુલ્ક આહાર  પણ શામેલ છે. આ યોજના હેઠળ સગર્ભા ને  ઘરેથી સંસ્થાનોમાં મફત પરિવહન પણ પ્રદાન કરે છે. બીમાર નવા જન્મેલા શિશુઓ ને  તેમની સારવાર માટે જાહેર આરોગ્ય સંસ્થાઓમાં મુફ્ત પ્રવેશ કરતા સમાન હકદાર  તરીકે  ગણવાની વ્યવસ્થા પણ  છે.

{૨} ચિરંજીવી યોજના :-માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે “ચિરંજીવી” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.

{૩}મમતા સખી યોજના -આ યોજના હેઠળ સર્ગભાના પ્રસૂતિ સમય દરમ્‍યાન કુટુંબી એક મહિલા સદસ્‍યને સરકારી હોસ્‍પિટલ / સંસ્‍થાઓમાં પ્રસૂતાને માનસીક ટેકા માટે તથા તેણીની કાળજી રાખવા સારૂ લેબર રૂમમાં મમતા સખી તરીખે સતત હાજર રહી શકે છે.

આ દરેક પ્રકાર ની યોજના ઓ નો લાભ અને વિસ્તુત માહિતી માટે સ્થાનિક આંગનવાડી કેન્દ્રનો અથવા સરકારી દવાખાનાઓ નો  સંર્પક સાધવો.( સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)

-Dt.Rashmi

8 thoughts on ““National motherhood safe day””

  1. מסקרן דיון שווה תגובה. אני מאמין כי אתה צריך לכתוב יותר על זה נושא, זה לא יכול להיות טאבו עניין אבל בדרך כלל אנשים לא לדבר על אלה נושאים . אל הבא! כל הטוב !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *