“માનસિક સ્વાસ્થ્ય દિવસ” MENATAL HEALTH DAY
WHO પ્રમાણે “હેલ્થ” ની વ્યાખ્યા જોઈએ તો ” સ્વાસ્થ્ય ” એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે ,માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નથી.
આજે ૧૦ ઓક્ટોબર “વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે” ના દિવસે મારે આ વાત પર ભાર મુકવો છે કે માનસિક સ્વાથ્ય કેટલું જરૂરી છે .વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેનો એકંદર ઉદ્દેશ વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવાનો અને માનસિક સ્વાસ્થ્યના સમર્થનમાં પ્રયત્નોને એકત્રિત કરવાનો છે.
મારુ માનવું છે કે આ પ્રયત્ન માત્ર એક દિવસ પૂરતો જ સીમિત ના રેહવું જોઈએ. રોંજિદી જિંદગી માં આપણે એવા ઘણા લોકો ને મળતા હોઈશું જે ખરેખર આ બાબતો થી ઉલઝતા અને પરેશાન થતા હશે. અને પોતાની આ સ્થિતિ થી અજાણ પણ હશે. જો કોઈ માણસ નાનું કે મોટું શારીરિક રીતે અપંગ હોય તો તે તેના બાહ્ય દેખાવ થી જ આપણે ઓળખી લઈએ છીએ અને સહજતાજ આપણી સહાનુભૂતિ,માણસાઈ અને સહકાર ની વૃત્તિ જાગૃત થઈ જાય છે,
પરંતુ જો કોઈ માણસ ના માનસિક રોગ વિષે આપણને જાણ થાય ત્યારે ઘણી વખત કુટુંબ, સગાવ્હાલા અને સમાજ દ્વારા આ બાબત ને સ્વીકારવામાં આવતી નથી, યોગ્ય સારવાર કરાવવાને બદલે ક્યારેક તો આવા બાળકો,યુવાન- યુવતીઓ,વૃદ્ધો કે આવા રોગગ્રસ્ત લોકો ને મજાકનું પાત્ર પણ બનાવવામાં આવતા હોય છે તે કેટલી હદે સ્વીકાર્ય બાબત છે તે આપણે વિચારવું જોઈએ .
વિશ્વના લગભગ દરેક ભાગમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી રહી છે અને ચિંતાજનક છે, માનસિક સ્વાસ્થ્ય એ આપણી ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્થિતિસ્થાપકતાનો ઉલ્લેખ કરે છે જે આપણને આપણા જીવનમાં પીડા, નિરાશા અને ઉદાસીની પરિસ્થિતિઓમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે. માનસિક સ્વાસ્થ્ય એ આપણી લાગણીઓને વ્યક્ત કરવાની અને જીવનની ઘણી બાબતો ને સ્વીકારવાની આપણી ક્ષમતા દર્શાવે છે . રોજિંદા જીવન માં તેનો અભ્યાસ કેવી રીતે થાય તે ઉપર આપણે આપણી જાતે જ કામ કરી શકીએ.
તે માટે નીચેની કેટલીક રીતો છે-
૧} આત્મસંતોષ (સ્વ-નિંદા અથવા આત્મ-દયાની સ્થિતિ થી દૂર રેહવું )
૨} નકારાત્મક વાતો કરનારાઓ થી એક અંતર બનાવી રાખવું.
૩} વર્તનમાં આનંદ, શાંતિ અને પ્રસન્નતા જાળવવાનો પ્રયત્ન
૪}પોતાની અંદર કોઈ ભાવનાત્મક સંઘર્ષ ન હોવો જોઈએ
૫} મનની સંતુલિત સ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરવો.
૬} ભય, ગુસ્સો, ઈર્ષ્યા નો અભાવ માનસિક શાંતિ નો અનુભવ કરાવે છે.
૭} માનસિક તણાવ અને હતાશા થી બને તેટલું દૂર રેહવું
૮} વાણીમાં શાંત અને મધુરતા હોવી.
૯} કુશળ વ્યક્તિ બનવનો પ્રયત્ન કરવો.
૧૦} સ્વાર્થી ન બનવું
૧૧} સંતુષ્ટતા નો જીવન માં અભ્યાસ કરવો.
૧૨} પરોપકાર અને સમાજસેવાની ભાવના રાખવી
૧૩} અન્ય જીવ પ્રત્યે દયાળુ બનવું
૧૪} સંજોગોનો સામનો કરવા માટે સહનશક્તિ કેળવવી.
૧૫} મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણાયક પગલાં લેવા
૧૬} સકારાત્મક માનસિકતા કેળવવી
આ દરેક ની સાથો સાથ તંદુરસ્ત જીવન શૈલી, યોગ્ય આહારવિહાર અને બૌદ્ધિક સ્વાસ્થ્ય ની સંગતતા માં આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફ લઈ જાય છે . WHO ના લિસ્ટ માં ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અને અન્ય મનોરોગ, ડીમેન્શા ,ADHD અને ઓટીઝમ સહિત ના વિકાસલક્ષી વિકૃતિઓ ધરાવતા વગેરે મેન્ટલ ડિસઓર્ડર છે .
આરોગ્ય પ્રણાલીઓએ માનસિક વિકૃતિઓનાઆ રોગો ને હજુ સુધી પૂરતો પ્રતિસાદ આપ્યો નથી. પરિણામે, સારવારની જરૂરિયાત અને તેની જોગવાઈ વચ્ચેનું અંતર સમગ્ર વિશ્વમાં બહુ વિશાળ છે. એવું પણ જોવા મળે છે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં, માનસિક વિકૃતિઓ ધરાવતા 76% થી 85% લોકો તેમના ડિસઓર્ડરની સારવાર લેતા નથી કે એવા કોઈ સ્તોત્રો ઉભા કરેલા નથી કે જેનાથી આવા દર્દીઓ ને યોગ્ય સારવાર મળી રહે .
જો આપણી આસપાસ આવા માનસિક બીમારી ધરાવતા લોકો જોવા મળે તો તેમની મદદ કરવી, તેમની સંભાળ રાખવી,પ્રેમ દર્શાવવો જેથી તેઓ પણ આરોગ્ય-સંભાળ સેવાઓ ઉપરાંત, સામાજિક સહાય અને સંભાળથી તેઓને ઘણી વખત તેમની જરૂરિયાતોને અનુરૂપ તેમના સ્થાનિક સમુદાયોમાં રહેવા અને સક્રિય રહેવા માટે સક્ષમ બને છે.
શું આહાર તેમાં મદદરૂપ થઇ શકે ?
એક ડાયટિશિયન તરીકે હું ચોક્કસ કહીશ કે તંદુરસ્ત અને સારી રીતે સંતુલિત આહાર આપણને સ્પષ્ટ રીતે વિચારવામાં અને વધુ સતર્કતા અનુભવવામાં મદદ કરી શકે છે. તે એકાગ્રતા અને ધ્યાન કેળવવાની અવધિમાં પણ સુધારો કરી શકે છે. તેનાથી વિપરીત, અપૂરતો અને અયોગ્ય આહાર થાક, અશક્ત નિર્ણય લેવામાં પરિણમી શકે છે અને તે શારીરિક અને માનસિક વૃદ્ધિ ના સમયને પણ ધીમો કરી શકે છે.આપણે જે ખાઈએ છીએ તે ફક્ત આપણા શારીરિક સ્વાસ્થ્યને અસર કરતું નથી: તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ અસર કરી શકે છે. બાળકો ને નાનપણ થી જ યોગ્ય હેલ્થી આહાર આપવાની ઘર માંથી જ શરૂઆત કરી સારી ટેવ વિકસાવવી જોઈએ.
કેવી રીતે આપનો આહાર આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે ?
આપણા આહાર અને આપણા માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ જટિલ છે. જો કે, આપણે શું ખાઈએ છીએ અને કેવું અનુભવીએ છીએ તે વચ્ચે ની કડી સંશોધનો દર્શાવે છે.આપણો આહાર આપણા મગજને અસર કરી શકે છે. કેટલાક ખોરાક ખાવા થી આપણને સારું લાગે છે.ઘણાં શાકભાજી, સીફૂડ, તાજી વનસ્પતિઓ, લસણ, ઓલિવ તેલ, અનાજ અને અનાજ સાથે માછલીના તેલ સાથે પૂરકખોરાક ડિપ્રેશનના લક્ષણોને ઘટાડી શકે છે.
સંશોધનોએ એ પણ બતાવ્યું છે કે આપની પાચનક્રિયા ની ક્ષમતા એના પર પ્રતિબિંબિત થાય છે કે આપણે કેવું અનુભવી રહ્યા છીએ: જો આપણે તણાવમાં હોઈએ, તો તે ઝડપી અથવા ધીમી પડી શકે છે. આપણા આંતરડા માટે પાચન ક્ષમતા માટે તંદુરસ્ત ખોરાકમાં ફળ, શાકભાજી, કઠોળ અને પ્રોબાયોટીક્સનો સમાવેશ થાય છે.
બીજી બાજુ, ખોરાકના બે જૂથો છે જે મગજ પર નકારાત્મક અસર કરે છે:
ખોરાક કે જે મગજને રસાયણો મુક્ત કરવા માટે કાર્યરત છે જેનો આપણને અભાવ હોઈ શકે છે, અસ્થાયી રૂપે આપણો મૂડ બદલી શકે છે (ઉદાહરણ તરીકે, કેફીન )
નીચે મુજબ નું ફૂડ ટાળવું
પ્રોસેસ્ડ ફૂડ, પડીકા બંધ ફૂડ તળેલા ખોરાક,ઠંડા પીણાં ,બહાર નો ખોરાક પોલિશ કરેલું અનાજ, જેમ કે સફેદ બ્રેડ ખાંડવાળા ઉત્પાદનો,પોલિશ કરેલું તેલ વગેરે આલ્કોહોલ ,તમાકુ ની પ્રોડક્ટ |
ખોરાક કે જે મગજને જરૂરી પોષક તત્વોમાં અન્ય ખોરાકનું રૂપાંતર થવા દેવા માં અવરોધ ઉભો કરે છે (ઉદાહરણ તરીકે, સંતૃપ્ત ચરબી).
FOOD LIST જે માનસિક સ્વાસ્થ્યનેબુસ્ટ કરે છે
૧} લીલા શાકભાજી
૨} ફળો
૩}સાબૂત અનાજ
૪} સાલમન ફિશ
૫} સૂકોમેવો
૬}કઠોળ
૭} યોગર્ટ
Source :- WHO.Int , medicalnewstoday
-Dt.Rashmi (Clinical Nutritionist)
Date:-10/10/2021
אני חייב תודה על המאמצים יש לך לשים כותב את זה אתר . אני מקווה לבדוק אותו בדרגה גבוהה תוכן בבלוג על ידך בהמשך גם כן. למעשה , יכולות הכתיבה היצירתית שלך יש עודד לי לקבל שלי בלוג עכשיו;)